આ પરિપત્રમાં દરેક રાજ્યએ એનસીઈઆરટી દ્વારા પ્રકાશિત સિલેબસ આધારિત પ્રકાશિત પાઠ્યપુસ્તકો અને જે તે રાજ્યના એસસીઈઆરટી દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકો જ ખાનગી શાળામાં ચલાવવા બાબત નો પરિપત્ર આપેલ છે. આ પરિપત્ર અનુસાર ભારત વર્ષના તમામ બાળકોને સમાન ભણતરનો અધિકાર અને ભાર વિનાના ભણતરનો આધાર મુખ્ય ઉદ્દેશ છે. જો કોઈપણ ખાનગી શાળા આ પરિપત્રની વિપરીત કોઈ ખાનગી પ્રકાશિત પાઠ્યપુસ્તક ચલાવતું હશે તો રાજ્ય સરકાર દ્વારા જુવેનનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ની ધારા મુજબ ફોજદારી કાર્યવાહી કરવાની પણ ભલામણ કરવામાં આવેલ છે.
વડોદરા પેરેન્ટટ્સ એસોસિએશનને મુખ્ય સચિવ, ગુજરાત સરકારને ઉદ્દેશીને આજરોજ એક આવેદન પત્ર જિલ્લા કલેકટરશ્રીને આપેલ છે. આ પત્રમાં મુખ્યત્વે માંગણી કરવામાં આવી છે કે જે ખાનગી શાળા આ પરિપત્રનો ઉલ્લંઘન કરે છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી, સાથે સાથે રાજ્ય સરકારની તમામ શૈક્ષણિક વેબસાઈટો દરેક શાળાના નોટિસ બોર્ડ અને વાલીઓને પણ આ પરિપત્રની નકલ ફરજિયાત પણે પહોંચી થાય તેવું પણ આયોજન કરવા માટે વિનંતી કરેલ છે.
Reporter: